Ram Ne Shid Ne Bhuli Jay

Narayanswami

એક સમજ માનવ હરિનું ભજન કર
ભજન કરે સુખ થાય 2
રામ ને શીદ ને ભૂલી જાય...

સેવા ભકિત આ કળિયુગમાં, ઉત્તમ ધર્મ ગણાય
અનુરાગી થઈને વરતે જગતમાં, તો બંધન મુક્તિ થાય... રામ ને...

મનુષ્ય દેહ મળ્યો છે દુર્લભ, શીદ ને તું ભરમાય
રામનો ભરોંસો રાખ હૃદયમાં સુખ દુઃખ આવે ને જાય... રામ ને...

અભિમાને અને આજ્ઞાને બાંધ્યા તે જ ફસાય
પ્રભુ સમર્પણ શુભ કર્મ કરો નિત, આનંદ અંગે ન માય...રામ ને ...

સેવા ભકિત પ્રેમ સહિત કર, ત્યારે સત્ય જણાય
"દાસ સતર" કહે કર જોડી, સર્વ સ્થળે જગરાય... રામ ને...

Lyrics Submitted by Nilesh Tadvi

Lyrics provided by https://damnlyrics.com/