Prabhu Taru Geet

Soli Kapadia

પ્રભુ તારું ગીત મારે ગાવું છે
પ્રેમનું અમૃત પાવું છે (૨)
પ્રભુ તારું ગીત…

આવે જીવનમાં તડકા ને છાંયા
માંગુ છુ પ્રભુ, તારી હું માયા
ભક્તિના રસમાં ન્હાવું છે (૨)
પ્રભુ તારું ગીત…

ભવસાગરમાં નૈયા ઝૂકાવી
ત્યાં તો અચાનક આંધી ચડી આવી
સામે કિનારે મારે જાવું છે (૨)
પ્રભુ તારું ગીત…

તું વીતરાગી, હું અનુરાગી
તારા ભજનની રટ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે (૨)
પ્રભુ તારું ગીત…

પ્રેમનું અમૃત પાવું છે (૨)
પ્રભુ તારું ગીત મારે ગાવું છે (૩)

Lyrics Submitted by Kalrav Rathod

Lyrics provided by https://damnlyrics.com/