હારે તમે પોઢો ને રણછોડ રાયા (૨)
હારે તમે નંદ યશોદા ના લાલા રે......તમે પોઢો....(૨)
સાગ સીસમ નો ઢોળિયો ચડાવ્યો(૨)
મસૂર ની સહેચ બિછાવી રે...... તમે પોઢો....(૨)
ગુલાબ ચમેલી ના અત્તર છંટાવ્યા(૨)
ઇલકુશ વાગા પહેરો ને......તમે પોઢો....(૨)
જમણા હાથે પ્રભુ મોદક મુકિયા (૨)
સાથે જમના ઝારી રે......તમે પોઢો....(૨)
નારદજી તો વીણા વગાડે (૨)
લક્ષ્મીજી ચરણ ચાંપે રે......તમે પોઢો....(૨)
શિવ સનકાદિક હર બ્રમ્હાદિત (૨)
વેદ ઉચ્ચારણ કરતા રે......તમે પોઢો....(૨)
ખાસ પછી તો અરજ કરે છે (૨)
નિત ચરણ માં રાખો ને......તમે પોઢો....(૨)
હારે તમે નં.....દ યશોદા ના લાલા રે....તમે....(૨)
|| જય રણછોડ||
Lyrics Submitted by Trivedi
Lyrics provided by https://damnlyrics.com/