અખિલ બ્રહમાંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે ,
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે,
પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા ,વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે
વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે
વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે ,કનક કુંડળ વિષે ભેદ ન હોયે ,
ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમ નું હેમ હોયે,
વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોવું પટંતરો એ જ પાસે,
ભણે નરસેયો એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે।
Lyrics Submitted by MANISHA SHAH
Lyrics provided by https://damnlyrics.com/