કુટુંબ ના તારણહાર એવા પૂજ્ય પિતા ને,..
વંદન કરું હજાર મારા વ્હાલાં પિતા ને
પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી (2)
મારા રોમે રોમે રૂણ છે તારું પિતાજી (2)
મારું નામ થયું ઉજળું તત તારા નામ થી (2)
વંદન કરું હજાર મારા વ્હાલાં પિતા ને
મારી આંગળી ઝાલી ને મને માર્ગ બતાવ્યો (2)
દુનિયા ના દુખ સહી તે મને વીર બનાવ્યો (2)
તારા વ્હાલ ભર્યા પ્રેમ નું અમૃત હું પામ્યો (2)
વંદન કરુ હજાર મારા વ્હાલા પિતા ને
મારી તમામ ઇચ્છા તાત તે પૂરી કરી(2)
તારા અધૂરાં કાર્યો હવે હું પુરા કરીશ (2)
આશીષ તારા પામી જીવન સફળ હું કરીશ (2)
વંદન કરુ હજાર મારા વ્હાલાં પિતા ને
કુટુંબ ના તારણહાર એવા પૂજ્ય પિતા ને
વંદન કરું હજાર મારા વ્હાલાં પિતા ને...
Lyrics Submitted by Hiral Hiten Shah
Lyrics provided by https://damnlyrics.com/