બિરદાળી - બહુચર માડી
બિરદાળી, બહુચર માડી શંખલપુર વાળી
ભવાની પૂરજે આસ અમારી, પૂરજે આસ અમારી - 2
મેં તો ગરબો કોરાવી કોડ કીધા,
ગરબે રમવા સહિયર ને બોલ દીધા - 2
આસોપાલવ ને તોરણે સજાવી, દીવડે અનેરા કોલ કીધા,
દીવડે અનેરા બોલ કીધા,
આસો ની, માં આસો ની રાતડી રૂપાળી,
પધારો મારા માડી, ભવાની પૂરજે આસ અમારી
પૂરજે આસ અમારી,
બિરદાળી, બહુચર માડી શંખલપુર વાળી
ભવાની પૂરજે આસ અમારી, પૂરજે આસ અમારી - 2
Lyrics provided by https://damnlyrics.com/