Jamva Aavo Jashoda Na Jaya

Mathur Kanjariya

જમવા આવો જશોદાના જાયા પડી સાંજ તોય ઘરે ન આવ્યા (૨)

મેતો દીધો દૂધ પાક
ભાત ભાતના છે શાક
મોળી પૂરી ને પાપડ તળાવીયા પડી સાંજ તોય ઘરે ન આવ્યા ….. જમવા આવો

મનની મેલી છે દાળ
અંતરના ઓરીયા છે ભાત
મેં તો ભાવના ભજીયા બનાવ્યા પડી સાંજ તોય ઘરે ન આવ્યા ……જમવા આવો

જળ જમુનાના નીર
પ્રેમ એ પીવો ને મોરારી
મેતો પાન ના બિરલા મંગાવ્યા પડી સાંજ તોય ઘરે ન આવ્યા …. જમવા આવો

ભક્તા મંડળના નાથ
દર્શન દિયો દીનાનાથ
તારા ભક્તોના હૈયા હરખાણા પડી સાંજ તોય ઘરે ન આવ્યા ……જમવા આવો
પડી સાંજ તોય તોય ઘરે ન આવ્યા (૨)

Lyrics Submitted by PRIYANSH M DHOLIYA

Lyrics provided by https://damnlyrics.com/