damnlyrics.com

Aa Nabh Jhukyun Te Kanji (Original)

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,

આ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા રે,

આ નભ ઝૂક્યું તે કાનજી…

આ બાગ ખીલ્યો તે કાનજી ને લહેરી જતી તે રાધા રે,

આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે,

આ નભ ઝૂક્યું તે કાનજી…

આ ચાલ્યાં ચરણ તે કાનજી પગલી પડે તે તે રાધા રે,

આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે,

આ નભ ઝૂક્યું તે કાનજી…

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,

આ લોચન મારાં કાનજી ને નજરું જુએ તે રાધા રે !

આ નભ ઝૂક્યું તે કાનજી…

Lyrics Submitted by Bharatkumar Thakkar

Enjoy the lyrics !!!