damnlyrics.com

Ek Patan Shaherni Nar Padmani

એક પાટણ શેરની નાર પદમણી,

આંખ નચાવતી ડાબીને જમણી,

સુરત જાણે ચંદા પૂનમની,

બીચ બજારે જાય,

ભાતીગડ ચુંદલડીં લહેરાય,

ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય

એક વાગડ દેશ નો બંકો જુવાનીયો

રંગ જાણે એનો લાલ ફાગણીયો,

કંઠે ગરજતો જાણે શ્રાવણીયો, સાવજડો વરતાય

નજરો માં આવી ઓ નજરાય

દલડું ધબક-ધબક, ધબક-ધબક, ધબક-ધબક થાય

રંગ માં નખરો, ઢંગ માં નખરો

રૂપ એનું અંગ અંગ માં નખરો

પાતળી કેડ ને ભાર જોબન નો, જીરવ્યો ના જીરવાય

ભાતીગડ ચુંદલડીં લહેરાય,

ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય

બંકડી મૂછો, બંકડી પાઘડી,

રંગ તસુમલ ભરી આંખલડી

હાલક ડોલક ડુંગર જોઈ, પરછંદ પરખાય

નજરો માં આવી ઓ નજરાય

દલડું ધબક-ધબક, ધબક-ધબક, ધબક-ધબક થાય

Lyrics Submitted by Navin Patel

Enjoy the lyrics !!!