હે.......જીવન જીવવું સહેલું નથી
મારે મોત પેલા મરવું નથી
મરતા મરતા જવવું પડે તેવું
જીવન મારે જીવવું નથી
હે..... પ્રાણ રહે જયાં સુધી શરીર મા
કોઈ થી મારે ડરવું નથી
સારું થાય તો ઠીક છે કોઈ નું
ખોટું મારે કરવું નથી
હે......જીવન બનું હું કોઈ નું પણ
લુટનારો બનવું નથી
માનવ થઈ ને જનમ્યાે આ જગ મા
દાનવ થઈ ને મરવું નથી
હે......પાપ કરીને પુણ્ય કરે એવા
કર્મ મારે કરવા નથી
મોક્ષ મડે ના ભલે આ જીવ ને
અવગતી એ મારે જાવું નથી
હે......માનવ કહે છે આ દુનિયા ને
વાત મારી કોઈ ખોટી નથી
સત્કર્મ ને હરી ભજન વિના
પ્રભુજી મડવા સહેલા નથી......
Lyrics Submitted by Kapil dedhia
Enjoy the lyrics !!!