damnlyrics.com

Ranuja Valo Mari Kaleja Ni Kor

રણુંજાવાળો મારી કાળજાઆની કોર,

પોકરણવાળો મારી કલેજાની કોર,

લીલી ધજાને માથે,બોલે જીણા મોર (૨)

રણુજાવાળો પીર રણુજાવાળો(૨)

કંકુના પગલા આંગણીયે થાય,

માતા મીણલદેના,હૈયા હરખાય (૨)

રણુજાવાળો પીર રણુજાવાળો(૨)

બેની સગુણાને વારે પીર રામદેવ જાય,

ભાણેજ એના, સજીવન થાય (૨)

રણુજાવાળો પીર રણુજાવાળો(૨)

દેશ પરદેશથી જાત્રાળુ જાય,

ભવેભવના એના,દુઃખ ટળી જાય(૨)

રણુજાવાળો પીર રણુજાવાળો(૨)

હરિના ચરણે ભાઠી હરજી ગુણ ગાય,

ચરણોમા રાખો પીર,અમને રે સદાય(૨)

રણુજાવાળો પીર રણુજાવાળો(૨)

Lyrics Submitted by Satyam Danidhariya

Enjoy the lyrics !!!