Aaje Saune Jai Shree Krishna - Hari Bharwad



     
Page format: Left Center Right
Direct link:
BB code:
Embed:

Aaje Saune Jai Shree Krishna Lyrics


Aaje saune Jai Shri Krishna
આજે સૌને જે શ્રીક્રુષ્ણ કાલે વહેલા આવજો
હરી ગુણ ગાવા હરિરસ પીવા
આવે તેને લાવજો
અાજે સૌને જેશ્રીકૃષ્ણ કાલે વહેલા આવજો
મનમંદિરના ખૂણેખૂણેથી કચરો કાઢિ નાખ જો
આજે સૌને જયશ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
અખંડ પ્રેમની જ્યોત ન તમે,કાયમ જલતી રાખજો
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
વહેવારે પૂરા કરીને પરમાર્થમા બેસજો
આજે સૌને જયશ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
સઘળી ફરજો અદા કરીને સત્સંગમાં બેસજો.
આજે સૌને જયશ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
હરતા ફરતા કા મોજ કરતાં હૈયે હરીને રાખજો
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
માન બડાઇ છેટા મુકી ઈર્ષા કાઢી નાખજો

આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
હૈયે હૈયા ખૂબ મિલાવી હરિનું નામ
દિપાવજો
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
ભક્તિ કેરા અમૃત પીને બીજાને પીવડાવજો
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
સૌમાં એક જ પ્રભુ વિરાજે સમજી પ્રિતિ બોલજો
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
શંકરની શીખ હૈયે ધરી હરિનિ શુરતા સાધજો
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
Lyrics Submitted by Hemant Shah

Enjoy the lyrics !!!