Ek Pankhi Aavine - Nisha Upadhyay



     
Page format: Left Center Right
Direct link:
BB code:
Embed:

Ek Pankhi Aavine Lyrics


એક પંખી આવીને ઉડી ગયું
એક સુંદર વાત સમજાવી ગયું(૨)
એક પંખી…
આ દુનિયા એક પંખી મેળો કાયમ ક્યાં રહેવાનું છે
ખાલી હાથે આવ્યા એવા ખાલી હાથે જવાનું છે
જે તે તારું માન્યું એ તો અહી ની અહી સૌ રહી ગયું
એક પંખી….
પંખો વાળું પંખી ઉંચે-ઉંચે ઉડી રહ્યું છે આકાશી
ભાન ભૂલી ભટકે ભવ રણ માં માયા મૃગજળ ની આ છે
જગત ની આંખો જોતી રહી ને પંખ વિના એ ઉડી ગયું
એક પંખી આવીને ઉડી ગયું
ઘર માં પુણ્ય ની લક્ષ્મી ગાંઠે સત્કર્મો નો સથવારો
ભવ સાગર તરવા ને માટે અન્ય નથી કોઈ આરો
જતા જતા પંખી જીવન નો સાચો મર્મ સમજાવી ગયું
એક પંખી આવીને ઉડી ગયું
એક સુંદર વાત સમજાવી ગયું(૨)
એક પંખી…..

Lyrics Submitted by ભાવિન

Enjoy the lyrics !!!