Tame Man Mukine Varsya - Nisha Upadhyay
| Page format: |
Direct link:
BB code:
Embed:
Tame Man Mukine Varsya Lyrics
તમે મન મૂકીને વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા. (૨)
તમે મુશળધારે વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા (૨)
તમે મન…
હજાર હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી, (૨)
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોપણ અમે અજ્ઞાની, (૨)
તમે અમૃત રૂપે વરસ્યા, (૨) અમે ઝેરના ઘૂંટડા ફરસ્યા,
તમે મન…
સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા, (૨)
પ્રેમની જ્યોતિ તમે જલાવી, આતમ ઉજ્જવળ કરવા, (૨)
તમે સૂરજ થઇને ચમક્યા, (૨) અમે અંધારામાં ભટક્યા
તમે મન…
શબ્દે શબ્દે શાતા આપે, એવી તમારી વાણી, (૨)
એ વાણીની પાવનતાને, અમે કદી ના પિછાણી, (૨)
તમે મહેરામણ થઇ ઉમટ્યા, (૨) અમે કાંઠે આવી અટક્યા
તમે મન…
Lyrics Submitted by Kalrav Rathod
Enjoy the lyrics !!!