Game Te Swarupe - Aruna Choudhary
| Page format: |
Direct link:
BB code:
Embed:
Game Te Swarupe Lyrics
ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો,
પ્રભુ મારા વંદન.. પ્રભુ મારા વંદન..
જનમ જે અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા, (૨)
ધર્મ ન કર્યો કે.. ના તમને સંભાર્યા (૨)
હવે આ જનમ માં , કરું છું વિનંતી,
સ્વિકારો તમે તો, છૂટે મારા બંધન
ગમે તે સ્વરૂપે…
ભર્યા આ ભુમિમાં... છલોછલ અંધારા, (૨)
કદમ ક્યાં ઉપાડે... આ જીવો બીચારા (૨)
થતો જાય જાખો પ્રતિદિન પ્રભુજી,
બતાવ્યો હતો તમે જે પંથ પાવન,
ગમે તે સ્વરૂપે…
મને હોંશ એવી.. ઉજાળું જગતને, (૨)
કિરણ જો મળે મારા.. મનના દિપકને (૨)
તમે તેજ આપો, જલાવું હું જયોતિ
અમરપંથના સહુ ને, કરાવો ને દર્શન
ગમે તે સ્વરૂપે…
Lyrics Submitted by Kalrav Rathod
Enjoy the lyrics !!!