Madi Hoon to Bar Bar Varse Avyo - Praful Dave & Usha Mangeshkar



     
Page format: Left Center Right
Direct link:
BB code:
Embed:

Madi Hoon to Bar Bar Varse Avyo Lyrics


માડી હું તો બાર બાર વરસે આવિયો રે,
માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે,
દીકરા હેઠો રે બેસી ને હથિયાર છોડ રે,
કનૈયા કુંવર પાણીડાં ભરી ને હમણાં આવશે રે,
હે માડી હું તો કૂવા ને વાવું રે બધીયે જોઈ રે વળ્યો રે,
માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે,
દીકરા હેઠો રે બેસી ને હથિયાર છોડ રે,
કનૈયા કુંવર ધોણયુ રે ધોઈ ને હમણાં આવશે રે,

હે માડી હું તો નદીયું ને નાળા બધાયે જોઈ રે વળ્યો
માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે,
દીકરા હેઠો રે બેસી ને હથિયાર છોડ રે,
કનૈયા કુંવર દરણા દળી ને હમણાં આવશે રે,
હે માડી હું તો ઘંટિયુ ને રતડા જોઈ રે વળ્યો
માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે,
માડી હું તો બાર બાર વરસે આવિયો રે,
માડી ક્યાંય નો દીઠી મારી પાતલડી પરમાર રે,
જાડેજી માં મોલ્યું માં દીવડો સગ બળે રે,
હે જીરે મોલ્યુ માં દીવડો સગ બળે રે.
Lyrics Submitted by Pankaj Ahir Gajiya

Enjoy the lyrics !!!